-->

ચંદ્રાયન ૩ સફળતાની ઉજવણી 2023

RAMESH CHAUDHARI

 આ વર્ષ ભારતની સફળતા માટે સર્વોતમ રહ્યું. આં વર્ષે ભારતીય વિજ્ઞાન સંસ્થા ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા ચાંદની ધરતી વિશે સંસોધન કરવા માટે ચંદ્રયાન 3 મિશન સફળતાપુરક પાડ્યું. આ વર્ષની તારીખ ૧૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ચંદ્રયાન 3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. લાંબા દિવસોની સફર બાદ તા.૨૩ ઓગસ્ટ 2૨૦૨૩ ના રોજ આપણા આ ચંદ્રાયાને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ કર્યું. તેની સાથે ભારત વિશ્વમાં ચંદ્ર પર જનાર ચોથો દેશ અને ચંદ્રના દક્ષિણ છેડા પર ઉતારનાર પ્રથમ દેશ બન્યો. આ સફળતાના સાક્ષી સર્વે દેશ વાસીઓ બન્યા અને આં મિશનને પૂરું કરનાર સર્વે વૈજ્ઞાનિક મિત્રોને અભિનંદન પાઠવ્યા. શાળાના બાળકોએ પણ આ સંપૂર્ણ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો.