સાપ્તાહિક એકમ કસોટી 2023
સોમવાર, ઑક્ટોબર 02, 2023
વર્ગમાં બાળક જુદા જુદા વિષયો શીખે છે અને તે કેટલું શીખ્યો તે જાણવું જરૂરી છે. અને જો ક્યાંય શૈક્ષણિક કાર્યમાં કચાસ રહી ગઈ હોય તો તેના ઔપચારિક શિક્ષણ કાર્ય કરીને તેનામાં સુધારો લાવી શકાય છે. આ માટે શાળામાં દર શનિવારે એક સાથે સાપ્તાહિક એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર સોમવારે એના ગુણ બાળકના મોબાઈલ નંબર પર શાળાના એપ્લિકેશન માં મુકવામાં આવે છે. જેના દ્વારા વાલી બાળકના ગુણ જાણી શકે છે અને બાળકની પ્રગતિનો રિપોર્ટ જોઈ શકે છે. દર મહિને સૌથી વધારે ગુણ મેળવનાર દરેક ધોરણમાં શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.