આજે જન્માષ્ટમીના પૂર્વ દિવસે આપણી શાળામાં આ પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ ૯ (અ) માં અભ્યાસ કરતા જયદીપભાઈ ને કૃષ્ણનો પોષક પહેરાવી કાનુડો બનવામાં આવ્યા તેમજ ધોરણ ૪ માં અભ્યાસ કરતા રિવાબેનને રાધાનો પોષક પહેરવામાં આવ્યો આ ઉપરાંત બધા વિદ્યાર્થીઓ પારંપરિક પોષક પહેરીને આવ્યા હતા. મોટકીફોડ કાર્યક્રમ પહેલા કૃષ્ણજન્મોત્સવ ના ગીતોથી તમામ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત વાલીઓ તેમજ આજુબાજુ માંથી જોવા આવેલ તમામનો ઉત્સાહ વધારવામાં આવ્યો. મટકીફોડ કાર્યક્રમ બાદ તમામ ભક્તોને દહીં તેમજ ચોકલેટ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યા. ગરબાની રમઝટથી બાળકોને કૃષ્ણમાં લીન કરી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું. અંતમાં આપણા સ્ટાફની ઉત્સાહી બેનો તેમજ અન્ય વિધાર્થિનીઓ દ્વારા કાનુડાના દેશી ધોળ (ફટાણા) ગાવી ગામડાની પરંપરાની ઝાંખી કરાવી. આજના આ કાર્યક્રમની વિશેષ શોભા પ્રમુખ સાહેબ શ્રી દેવાભાઈની તેમજ અન્ય વાલીઓની ઉપસ્થિતિ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જ પાયામાં હતી.