-->

પ્રવૃતિમય શિક્ષણ 2023

RAMESH CHAUDHARI

બાળક સતત પુસ્તકિયું જ્ઞાન મેળવીને કંટાળી જાય છે. તેમજ તેનામાં નીરસતા જોવા મળે છે. પરંતુ તેનાથી વિશેષ કરીને શાળા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ વર્ગખંડમાં અને બહાર મેદાનમાં કરાવવામાં આવે છે.જેના કારણે બાળકની વિષય પ્રત્યેની રુચિ વધે અને તેની જિજ્ઞાસા સંતોષવામાં મદદ મળે છે. વિષય અને વિષયાંગ ને અનુરૂપ જુદા જુદા સાધનો જેવા કે TLM, ચાર્ટ, વિવિઘ ચિત્રો, પ્રોજેક્ટર અને વિજ્ઞાન લેબ ના જુદા જુદા સાધનો દ્વારા નવીનતમ શિક્ષણ આપવામાં આવે છે. બાળકો મેદાનમાં જુદી જુદી રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા પણ ઘણુંખરું શીખે છે.શાળાનો હંમેશાં પ્રયત્ન હોય છે કે બાળક વધુને વધુ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે.