-->

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2023

RAMESH CHAUDHARI

 ચાલુ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તેજસ્વી બાળકોની ઓળખ કરીને તેમને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અમલમાં મુકવામાં આવી. ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે અનુદાનિત શાળામાં અથવા RTE અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળામાં કર્યો હોય તેવા બાળકો આ યોજનમાં ફોર્મ ભરી શકે. આં બધા વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરાયા અને ત્યારબાદ તમના માટે એક સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું. આ જાહેર પરીક્ષામાં સર્વોતમ ગુણ મેળવનાર ૨૫૦૦૦ વિધાર્થીનું એક મેરીટ લીસ્ટ બન્યું. જેમાં સ્થાન મેળવનાર દરેક વિદ્યાર્થીને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ધોરણ 9 અને 10 માં 22000 રૂપિયા જયારે ધોરણ 11 અને 12 માં 25000 રૂપિયા શિષ્યવૃત્તિ સ્વરૂપે તેમના ખાતામાં જમા કરવામાં આવશે. તેનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા પસદગી પામેલ શાળાઓમાં એડમીશન લેવું ફરજીયાત છે.