દર વર્ષે બે ઓક્ટોબરના રોજ સમગ્ર ભારત ભરમાં અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવે છે. ગાંધી બાપુ સ્વચ્છતાના આગ્રહી હતા. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન દ્વારા વિવિધ સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જાહેર સ્થળોની પણ સફાઈ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત આપણી શાળામાં પણ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા કેમ્પસ તેમજ આજુબાજુના રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી.