-->

પ્રથમ વાર્ષિક પરીક્ષા 2023

RAMESH CHAUDHARI
સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થિઓ જુદા જુદા બધા જ વિષયોનો અભ્યાસ કરે છે. તેને સમજે અને યાદ રાખીને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તે જરૂરી છે. દરેક વિદ્યાર્થીની સમજવાની અને યાદ રાખવાની ક્ષમતા જુદી જુદી હોય છે. દરેક સત્રના અંતે જુદી જુદી પરીક્ષાઓ યોજાય છે જેમાં બાળક પોતાની ક્ષમતા મુજબ લખે છે.અને અંતે તેને પરિણામ એક માર્કશીટ સ્વરૂપે આપવામાં આવે છે. પ્રાથમિક વિભાગમાં વર્ષ દરમિયાન કુલ બે પરીક્ષાઓ અને માધ્યમિક વિભાગમાં વર્ષ દરમિયાન કુલ ત્રણ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકે કરેલ અભ્યાસ અને યાદગીરી સ્વરૂપે તે લેખિત પરીક્ષામાં દેખાવ કરે છે. દરેક વિદ્યાર્થી શ્રેષ્ઠ પેપર લખવાનો પ્રયત્ન કરે છે.