દરેક બાળકને પરીક્ષા નામ જ સાંભળતા જ થોડોક માનસિક તણાવ આવી જતો જોવા મળે છે અને બાળકના મનમાં જુદા જુદા વિચારોના વમળો ચાલવા લાગે છે. અને તે સત્ર દરમિયાન ભણેલ તમામ વિષયને યાદ કરીને પરીક્ષામાં પોતે શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયત્ન કરે છે. અને દરેક પેપરને ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી લખે છે. અને અંતે પરીક્ષા પૂર્ણ થતા જ બાળક માનસિક રીતે ફ્રી થઈને પોતે લખેલ પરીક્ષાના પરિણામ માટેની આતુરતા પૂર્વક રાહ જુએ છે. અને આ આતુરતાનો ત્યારે જ અંત આવે છે જ્યારે બાળકના હાથમાં પોતાનું પરિણામ આવે. પરિણામ હાથમાં આવતા જ બાળકના ચહેરા પરની જે ખુશી હોય છે જે ખરેખર શ્રેષ્ઠ હોય છે અને જો ટોપરના લીસ્ટમાં આવી ગયો હોય તો તો વાત શું પૂછવી...
આપણી શાળામાં તા. ૨૫/૧૦/૨૦૨૩ થી શરુ થયેલી પરીક્ષા તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ પૂર્ણ થઇ અને તા. ૦૮/૧૧/૨૦૨૩ ના દિવસે તમામ ધોરણને પરિણામ આપવામાં આવ્યું. દરેક ધોરણમાં ૧ થી ૫ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં અભિનંદન સાથે પરિણામ આપવામાં આવ્યું. અને સાથે સાથે દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી અને બાળકોએ સ્વદેશી ફટાકડા ફોડવા માટે સમજાવવામાં આવ્યા તેમજ ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પણ જણાવવામાં આવી. દિવાળી વેકેશન તારીખ 09.11.2023 થી 29.11.2023 સુધી રહેશે.30.11.2023 ગુરુવાર થી રાબેતા મુજબ 10.20 થી 5.00 શાળા સમય રહેશે.










