-->

નવરાત્રી મહોત્સવ અને દશેરાની ઉજવણી 2023

RAMESH CHAUDHARI

 ભારત વર્ષ મા અનેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ તહેવારો થી વણાયેલી છે. જયારે પણ તહેવાર આવે છે તો લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. તે પછી નાનો તહેવાર હોય કે મોટો તહેવાર હોય. હાલ માં આપણને વિશ્વ માં ઓળખ અપાવનાર આપણો સૌથી મોટો તહેવાર એટલે કે "" નવરાત્રી મહોત્સવ ""   ચાલી રહ્યો છે. માૅં જગજનની મહિસાસુર સાથે યુદ્ધ ક્યુૅં અને વિજય મેળવ્યો. યુવાનો મન મુકીને મોડા સુધી ગરબા રમતા હોય છે.

                      દેવ વિધામંદિર થરાદ દ્વારા આજે દશેરા ની રજા હોવા છતાં બાળકો આજ ના દિવસ નું મહત્વ સમજે તે ઉદેસ થી   આજે શાળા સંકુલ માં નવરાત્રી મહોત્સવ ની સાથે વિજયા દસમી ની ઉજવણી કરવામાં આવી હતી.. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મુકાયો હતો. શાળા ના આચાર્ય જયેશભાઈ પંડ્યા એ આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું.સૌ પ્રથમ આરતી શિક્ષકો વાલીઓ અને બાળકો એ કરી હતી. શાળા ના તમામ સ્ટાફ મિત્રો, શાળા ના તમામ બાળકો એ ભાગ લીધો હતો. ટ્રેડીશનલ ડ્રેસ માં આવેલ બાળકો એ અનેરૂ આકર્ષક જમાવ્યું હતું.. મન મુકીને તમામ બાળકો આજે નાચ્યા હતા.. નાના બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સારું રમનાર બાળકોમાં લકી ડ્રો દ્વારા એક થી ત્રણ નંબર આપી ઈનામ આપી  પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શાળામાં અભ્યાસ કરતી જોષી દીવ્યલક્ષ્મી દિવ્યેશભાઈ દ્વારા શાળા માં બે મોટા સ્પીકર ની ભેટ આપવામાં આવી હતી..

                    છેેેલ્લે શાળા ના તમામ બાાળકોનેે શાળા પરિવાર તરફ થી  ફાફડા અને જલેેબી નાસ્તો આપવામાં આવ્યો  હતો..અને છેલ્લે સુરેશભાઈ બારોટ એ તમામ નો આભાર માની  કાયૅકમ પુુુણૅ જાહેર કયૉ હતો.