ગુજરાત સરકાર દ્વારા આં વર્ષથી ધોરણ 1 થી 5 સળંગ સરકારી શાળામાં કે અનુદાનિત શાળામાં અથવા RTE હેઠળ ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક કોમન સ્પર્ધાત્મક પરીક્ષા CET નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ દેખાવ કરીને મેરીટમાં સમાવેશ પામનાર વિદ્યાર્થીઓ માટે ચાર પ્રકારની શાળાઓમાં ધોરણ 6 થી અભ્યાસ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
રક્ષાશકિત સ્કુલ યોજના
ટ્રાયબલ રેસિડેન્શિયલ યોજના
રેસિડેન્શિયલ સ્કુલ યોજના
ઉપર મુજબની યોજનામાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા પસંદ કરાયેલ શાળાઓમાં એડમીશન લેવાનું રહેશે તેમજ તે શાળાનું પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. જો વિદ્યાર્થી રેસીડેન્શીયલ સ્કુલ કે રક્ષાશક્તિ સ્કુલમાં પસંદગી પામે છે તો ધોરણ 6 થી 12 નો ભણવા અને રેવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે જેથી વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને જો બાળક મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં પસંદગી પામે છે તો તેને વાર્ષિક ધોરણ 6 થી 8 માં 20000, ધોરણ 9 અને 10 માં 22000 તેમજ ધોરણ 11 અને 12 માં 25000 રૂપિયાની શિષ્યવૃત્તિ સ્વરૂપે આર્થિક સહાય મળે છે. તેના માટે તેણે સરકાર દ્વારા પસંદગી પામેલ ખાનગી શાળામાં એડમીશન મેળવવું પડે છે. અથવા જો તે કોઈપણ સરકારી શાળામાં એડમીશન મેળવે છે તો તેણે વાર્ષિક 5000 શિષ્યવૃત્તિ મળે છે.
યોજનાની સંપૂર્ણ માહિતી માટે અહિયાં ક્લિક કરો.
ફોર્મ ભરવા માટેની વેબસાઈટ : www.sebexam.org
વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરવા માટે અહિયાં ક્લિક કરો.
શાળાઓની યાદી જોવા અહિયાં ક્લિક કરો.
આપણી શાળા આં યોજના માં પસંદગી માપેલ છે માટે એડમીશન માટે અત્યારે જ શાળાનો રૂબરૂ સંપર્ક કરો અથવા ૯૦૧૬૫૪૪૪૮૧ પર કોલ કરો.
![]() |
