-->

વન્ય પ્રાણી સપ્તાહ 2023

RAMESH CHAUDHARI
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહ ઓકટોબર મહિનામાં ઉજવવામાં આવે છે.આ સપ્તાહ અંતર્ગત દરરોજ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. દર વર્ષે રેન્જ ફોરેસ્ટ ઓફિસ થરાદ દ્વારા આપણી શાળામાં આ સપ્તાહની ઉજવણી અંતર્ગત એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌથી વધુ ગુણ મેળવનાર ત્રણ વિદ્યાર્થીઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.