શિક્ષક, વિધાર્થી અને વાલીએ શિક્ષણ ના ત્રણ આધાર સ્તંભ છે. આ ત્રણમાંથી એક પણ આધાર વગર શિક્ષણ કાર્ય સફળ બનતું નથી. માટે આપણી શાળામાં દર સત્રમાં એકવાર વાલી સાથે શૈક્ષણિક ચર્ચા વિચારણા કરવા માટે વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સત્રને અંતે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓએ ભાગ લીધો અને વિવિધ મુદ્દાઓ પર શાળાના પ્રમુખ સાહેબ અને આચાર્ય સાહેબ સાથે ચર્ચા કરવામાં આવી. તેમજ કેટલાક વાલી મિત્રોએ પોતાના શાળા અંગેના પ્રતિભાવો પણ રજૂ કર્યા. અંતે સૌ ચા નાસ્તો કરીને છૂટા પડ્યા.

