-->

પ્રવાસ આયોજન - 2023

 પ્રવાસ એટલે મજા આવું સામાન્ય રીતે દરેકના મગજમાં આવે. પ્રવાસ એટલે અવનવું જાણવું. દરેક સ્થળ વિશે પ્રત્યક્ષ જાણવું અને અનુભવવું. બાળકે પુસ્તક દ્વારા ભણેલ રૂબરૂ જુએ અને માણે તે હેતુથી આપણી શાળામાંથી દર વર્ષે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસના આયોજન માટે સૌ પ્રથમ બુલેટીન બોર્ડ પર પ્રવાસના જુદા જુદા રૂટ બાળકોને પસંદ કરવા માટે મુકવામાં આવ્યા ત્યારબાદ સૌથી વધારે પસંદ થયેલ રૂટ પર પ્રવાસ જવાનું પ્રવાસ મંત્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ રૂટના તમામ સ્થળોની માહિતી, પ્રવાસની તારીખ, પ્રવાસ ફીની વિગત, ફી ભરવા બાબતની સૂચના, પ્રવાસ દરમિયાન જમવાનું અને નાસ્તાનું મેનુ તેમજ પ્રવાસ બાબતની તમામ સૂચનાઓ બુલેટીન બોર્ડ પર મુકવામાં આવી. આ વર્ષે બાળકો દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રવાસની પસંદગી થઇ હતી. જેના જુદા જુદા સ્થળો, રાત્રી રોકાણ વ્યવસ્થા તેમજ ફોટો નીચે મુજબ છે.

આ વર્ષે તા. 28/11/2023 થી 03/12/2023 સુધી પાંચ દિવસીય પ્રવાસનું આયોજન કરેલ છે.