દક્ષિણ ગુજરાતની અમારી સફરનો આજે અંતિમ દિવસ હતો. માટે અમારી પાસે વધારે જોશ અને જુસ્સો હતા. આમ તો ગઈ કાલે પાવાગઢ પર્વત પર ચઢેલ માટે થોડોક થાક લાગેલો પરંતુ એ થાકને પણ બાજુમાં રાખીને આજના દિવસને અમે માણી લેવા માગતા હતા.આજે અમે સવારમાં વરસાદી માહોલ હોવા છતાં પણ સમયસર તૈયાર થઇ ગયા અને ડાકોરના પ્રખ્યાત ગોટા નો નાસ્તો કરીને રવાના થયા અમદાવાદની સફરે...
આજે અમે સૌ પ્રથમ પહોંચ્યા વિજ્ઞાન જગતને પરિચિત કરાવતા સાયન્સ સિટી. સાયન્સ સિટીમાં વિજ્ઞાન વિષયના વિવિધ સિદ્ધાંતો અને પ્રયોગો પર આધારિત હોલ ઓફ સાયન્સ નિહાળ્યો. ત્યારબાદ સ્પેસ શટલ દ્વારા મંગળ ગ્રહ પર જવાનો અનુભવ કર્યો. ત્યાં અમે પ્લેનેટ અર્થ વિભાગ દ્વારા વિજ્ઞાન ના દરેક વિષયને પ્રત્યક્ષ અનુભવ દ્વારા જાણી અને માણી. બાળકોએ પુસ્તકમાં અભ્યાસ કરેલ વિવિધ તત્વો, સંયોજનો અને માનવ શરીરના ભાગોને આજે રૂબરૂ નિહાળીને અવગત કર્યા. ત્યાં અમે ભારતની અત્યાધુનિક રીતે બનેલી રોબોટિક ગેલેરી નિહાળી. જ્યાં જુદા જુદા પ્રકારના કાર્યો કરતા રોબોટ નિહાળ્યા. અને ખુબ મનોરંજન અને જાણકારી આપતી એકવાટિક ગેલેરી પણ નિહાળી જ્યાં જુદા જુદા હજારો પ્રકારની માછલીઓ અને જળચર પ્રાણીઓ જોવા મળ્યા. અમે સવારનું ભોજન પણ ત્યાં માણ્યું.આમ અમે ત્યાં થી અમે સૌ રવાના થયા કાંકરિયા તળાવની મુલાકાતે. કાંકરિયા તળાવ એ એક ઐતિહાસિક ધરોહર છે. જે અમદાવાદની ઓળખ છે. ત્યાં અમે સૌ અટલ એક્સપ્રેસ જોય ટ્રેન દ્વારા સમગ્ર તળાવ ફરતે ફર્યા. ખૂબ મજા અને મસ્તી કરી. સાંજના સમયનું લાઈટિંગ એ કાંકરિયા તળાવની શોભામાં ચાર ચાંદ લગાવી દે તેવું મનોહર હતું. અમે સૌ ત્યાં ફર્યા ત્યારબાદ ઘણાબધા બાળકોએ અમદાવાદી નાસ્તાની મજા માણી. પછી અમે રવાના થયા વતન ભણી. આમ અમારો આ પ્રવાસ ખૂબ જ આનંદદાયક અને યાદગાર રહ્યો...
![]() |