માધ્યમિક વિભાગ વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2023
મંગળવાર, ડિસેમ્બર 12, 2023
દર વર્ષે ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલયની પ્રેરણાથી NCERT અને GCERT દ્વારા વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાય છે. જેના થકી બાળકોમાં રહેલા નવીનતમ વિચારોને બહાર લાવી શકાય.આ વર્ષે પણ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનું SVS કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન ગાયત્રી વિદ્યાયલ થરાદ ખાતે યોજાયું હતું. જેમાં થરાદ અને લાખણી તાલુકાની બધી જ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ પાંચ વિભાગમાં ઘણી બધી કૃતિઓ રજૂ થઈ હતી. આપણી શાળામાંથી પણ વિભાગ એક થી ચાર માં દરેક વિભાગમાં એક એક કૃતિ વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાંથી વિભાગ ત્રણ - કૃષિમાં આપણી શાળાની ઓર્ગેનિક ખેતી કૃતિ પ્રથમ નંબરે આવી હતી. જેથી અમે પાલનપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ભાગ લીધો. જ્યાં દરેક વિભાગમાં સમગ્ર જિલ્લાના જુદા જુદા ભાગોમાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની પ્રથમ નંબરે આવેલ શાળાઓની કૃતિઓ રજૂ થઈ હતી. આ વિજ્ઞાન ગણિત પ્રદર્શન ત્રણ દિવસનું હતું. જેમાં ઘણી નવી નવી માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું મળ્યું. વિધાર્થીઓએ સરસ મજાની રજૂઆત કરી.અહિયાં પણ અમારું સારું પ્રદર્શન રહ્યું.