-->

કલા મહોત્સવ 2023

RAMESH CHAUDHARI
બાળક ભણવાની સાથે સાથે સર્વાંગી વિકાસ કરે તે માટે વિવિધ પ્રવૃતિઓ જરૂરી છે. શાળા કક્ષાએ આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ મહોત્સવો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેના કારણે બાળકોની ઓળખ થઈ શકે અને પ્રતિભાશાળી બાળકને આગળ જવાનો મોકો મળે છે. આ વર્ષે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ વાઘાસણ ખાતે યોજાયો હતો. જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ભરતનાટયમ અને એક પાત્રીય અભિનયમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જેમાં ભરતનાટયમમાં પુરોહિત હિમાશ્રીબેન રાજાભાઈ અને એક પાત્રિય અભિનયમાં પટેલ હર્ષિતાબેન ગોવાભાઈ એ સમગ્ર થરાદ તાલુકામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.