ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2023
મંગળવાર, ડિસેમ્બર 19, 2023
બાળકમાં ઘણી બધી ક્ષમતાઓ રહેલી હોય છે. અને જુદી જુદી કલાઓ રહેલી હોય છે. આ ક્ષમતાઓને બહાર લાવવાનું કામ શાળા અને શિક્ષકો કરે છે. બાળકમાં રહેલ આપણી સંસ્કૃતિ પ્રત્યેનું જ્ઞાન જાણવા માટે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવી જેમાં ધોરણ 6 થી 8 ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ સર્વોત્તમ દેખાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શાળા પરીવાર વતી દરેકને ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા.