હાલમાં બાળકો તેમનો કીંમતી સમય મોબાઇલ વગેરેમાં વેડફી રહ્યા છે. જેથી કેટલાક બાળકો રમતગમતની પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકતા નથી. આ પરિસ્થિતિમાં બાળકોને રમતગમત પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા ખુબજ જરૂરી બને છે. જેથી બાળકોનું શારીરિક અને માનસિક આરોગ્ય તંદુરસ્ત રહે અને તેમાં વૃધ્ધિ થાય તે માટે અને મોબાઈલ ની ગેમ છોડી ને મેદાન ની રમત રમતો થાય તે ઉદ્દેશ થી શાળા ખાતે શનિવાર ના રોજ ઉચ્ચ પ્રાથમિક ત્યારબાદ બીજા અને ત્રીજા શનિવારે ક્રમશઃ માધ્યમિક અને પ્રાથમિક વિભાગના બાળકો નો રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં શાળા ના ઉત્સાહિત શિક્ષકો રમેશભાઈ ચૌધરી ,વિરદાસભાઈ ચૌધરી,સુરેશભાઈ બારોટ,કિર્તીભાઇ,પ્રવિણભાઇ , ધરમા ભાઈ પટેલ, બહેનો એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..કાર્યક્રમ માં લાઈવ કૉમેન્ટ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરી બાળકો ના ઉત્સાહ માં વધારો કર્યો હતો.. બાળકમાં રહેલી
ખેલ ભાવના બહાર આવે છે જરૂરી છે. ઘણા બાળકો ભણવામાં ઠીક હોય છે પરંતુ રમતમાં સર્વોત્તમ હોય છે જે પોતાની કારકિર્દી રમતમાં બનાવી શકે તે માટે તેને પ્રોત્સાહન આપવું બહુ જ જરૂરી છે.
શાળાના રમતોત્સવમાં ખો ખો, કબડ્ડી, વોલીબોલ, લાંબી કૂદ, ઉંચી કૂદ, દોડ, રસ્સા ખેંચ, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી, કોથળા દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતુ.