દર વર્ષે 12 જાન્યુઆરીના દિવસે સમગ્ર ભારતમાં યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મહાન વિચારક સંત અને યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના દિવસને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમને સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો હતો તેવા મહાન સંતની અને ભારતના મહાનુભાવની યાદમાં આ દિવસને વિશેષ રીતે ઉજવવામાં આવે છે. આપણી શાળામાં પણ દર વર્ષે આ દિવસે તેમની યાદમાં યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 3 થી 12 ના બાળકોએ ઉતસાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં સર્વોત્તમ નિબંધ લખનાર, વક્તૃત્વ આપનાર અને ચિત્ર દોરનાર વિભાગ પ્રમાણે નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.