-->

પતંગ મહોત્સવ 2024

RAMESH CHAUDHARI
ઉતરાયણ એટલે બાળકો માટે તો મોજ અને મસ્તીનો તહેવાર. ઉતરાયણ ના દીવસે વહેલી સવારથી જ બાળકો પતંગ ઉડાડવાની શરૂઆત કરી દે. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય. એ કાપ્યો.... લપેટ.... જેવી બૂમો પડતી હોય. ક્યાંક મોટે મોટે પીપુડા વાગતા હોય કે DJ ના તાલે ગીતો વાગતા હોય. આવા મજાના તહેવારના દિવસે શાળામાં પણ રજા હોય એટલે મજા બેવડાઈ જાય. આપણી શાળામાં દર વર્ષે ઉતરાયણ ના અગાઉના દીવસે શાળામાં પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ બાળકો પોતાના માટે ઘરેથી રંગબેરંગી પતંગો અને ફિરકી લઈને આવી ગયા શાળાએ. પછી શરૂઆત કરી પતંગ મહોત્સવની. મોટાભાગના તમામ બાળકોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લઈને પતંગ ઉડાડવાની મજા માણી. પછી અમે સૌ છુટા પડ્યા.