રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સોમવાર, જાન્યુઆરી 22, 2024
મેરે રામ પ્રભુ ઘર આયે...આ જ અવાજ 22 જાન્યુઆરી 2024 ના રોજ દરેકના મોઢે સાંભળવા મળતો હતો. આજ દિવસ ભારતમાં અને વિશ્વમાં દરેક ખૂણે રહેતા હિન્દુઓ માટે એક ઐતિહાસિક અવસર હતો. અયોધ્યામાં વર્ષોથી જેનો ઇંતજાર હતો. એવા પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા નો અવસર યોજાયો. જેમાં ભારતના દરેક હિંદુ જોડાયા. સમગ્ર દેશભરમાં એક દિવાળી જેવો આનંદ અને ઉત્સાહનો પ્રસંગ હતો. સમગ્ર ભારતના લોકોએ વ્રત, યજ્ઞ, સત્સંગ, રામધૂન અને રેલીઓનું આયોજન કર્યુ હતું. લોકોએ ફટાકડા ફોડીને પોતાનો ઉત્સાહ બેવડયો હતો. આપણી શાળામાં પણ આ દિવસે રેલી, રંગોળી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.