થરાદ ખાતે દેવ વિદ્યામંદિર માં 75 માં પ્રજાસતાક દિવસ ની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી.
થરાદ ખાતે આવેલ દેવ વિદ્યામંદિર માં 75 માં પ્રજાસતાક દિન ની ઉજવણી શાળાના પ્રમુખ દેવાભાઈ પટેલ શાળાની વિદ્યાર્થિની વિમળાબેન પટેલ અને વાલીઓના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું..શાળાના આચાર્ય જયેશભાઈ પંડ્યા દ્વારા શાબ્દિક સ્વાગત કરી આજ ના દિન નું મહત્વ સમજાવ્યું હતું.શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી બહોળી સંખ્યા માં પધારેલ વાલીગણ ને મંત્રમુગ્ધ કર્યા હતા..કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સુરેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.આભારવિધિ જીજ્ઞાબેન ચૌધરી એ કરી હતી..કાર્યક્રમ ને સફળ બનાવવામાં તમામ શિક્ષક મિત્રોનું યોગદાન રહ્યું હતું..કાર્યક્રમ ના વિડિયો ફોટોગ્રાફી માધવ સ્ટુડિયો રાહ પ્રવિણભાઇ પટેલ તરફ થી યોગદાન મળેલ..