આપનો દેશ સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.સંસ્કૃતિની સાથે હજુ સંસ્કાર સચવાઈ રહ્યા છે.જેના થકી આપનો દેશ આગવી ઓળખ ધરાવે છે.જે આપને ગૌરવ ની બાબત કહેવાય...વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.
આજે આપની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી.જેમાં નાની બાળાઓએ માં સરસ્વતી ને દીપ પ્રગટાવી શરૂઆત કરી..માં ની પૂજા અર્ચના કરવામાં આવી..માતાપિતા માર્ગદર્શક છે અને શિક્ષક સુકાની છે.જીવન જીવવાની સાચી રીત શિક્ષક જ આપે છે.જેનું મહત્વ ખૂબ છે.શાળાની બાળાઓ દ્વારા ગુરુજનો ની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા..સાથે સાથે આજના દિવસે જમ્મુ કાશ્મીર ના પુલવામાં શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી...