-->

દ્વિતિય પ્રિલીમનરી પરીક્ષા અને પરિણામ 2024

RAMESH CHAUDHARI
દર વર્ષે બાળકે અભ્યાસ કરેલ વિષયને સમયાંતરે ચકાસણી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે 29/01/2024 ના દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારબાદ તા.30/01/2024 ના દિવસથી ધોરણ 9 થી 12 ની દ્વિતિય પ્રિલીમિનરી પરીક્ષાનો પ્રારંભ થયો.જે તા.13/02/2024 સુધી ચાલી. બોર્ડની પેટર્ન મુજબ અને બાળક બોર્ડની પરીક્ષા થી વાકેફ થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.જેનું પરિણામ તા.15/02/2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષામાં શ્રેષ્ઠ પાંચ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.અને શાળા પરિવાર તરફથી બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.