-->

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી 2024

RAMESH CHAUDHARI

28 ફેબ્રુઆરીના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારત માટે ગૌરવપૂર્ણ છે કારણ કે આ દિવસે સમગ્ર એશિયા ખંડમાં ભારતીય વ્યક્તિ સી.વી. રામન ને ભૌતિકશાસ્ત્રમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.આ નોબલ પુરસ્કાર તેમની શોધ રામન અસર બદલ એનાયત થયો હતો.આ દિવસ ભારતભરમાં ગૌરવશાળી યાદ રહે તે માટે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં બાળકો વિજ્ઞાનને જાણે અને તેના પ્રત્યે વિશિષ્ટ રસ જગાવે તેમજ નવું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આપણી શાળામાં પણ દર વર્ષે આ દિવસનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધા, દિન વિશેષ પરિચય તેમજ બાળકો દ્વારા જુદા જુદા પ્રયોગોનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા બાળકો વિવિધ વિજ્ઞાનના સાધનોને ઓળખી શકે તે માટે સાધનો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ક્વિઝ સ્પર્ધામાં ધોરણ 6 થી 10 ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ પાંચ ટીમ હતી. જે જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ પરથી ટીમના નામ આપવામાં આવ્યા હતા. જેમાં હોમિભાભા ટીમ વિજેતા જાહેર થઈ હતી. આ ટીમમાં મહેશભાઈ બી. ચૌધરી, ભુપતભાઈ પી. ચૌધરી, ધવલભાઈ આર. પરમાર અને વિનેશભાઈ સી. ચૌધરીએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય જયેશભાઇ પંડયા સાહેબ દ્વારા વિજેતા ટીમને તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા. આ દિવસની ઉજવણીનું સમગ્ર આયોજન ગણિત વિજ્ઞાનના શિક્ષક રમેશભાઈ ચૌધરી અને દિનેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.