-->

ધોરણ 10 અને 12નો દીક્ષાંત સમારોહ 2024

 આજે આપણી શાળામાં ધોરણ 10 અને 12 નો દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 ના વિદ્યાર્થી રાહુલ એસ. ચૌધરી અને મિતેશભાઈ એચ. ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે દેવ વિદ્યામંદિર પીલુડાના આચાર્ય સાહેબશ્રી ભરતભાઈ પુરોહિત  ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શાળાની  વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પછી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યું હતું.ધોરણ 10 અને 12ના વિધાર્થીઓએ શાળા જીવન દરમિયાન પોતાને થયેલ અનુભવો વાગોળ્યા હતા અને ગીતોની રજૂઆત કરી હતી. વિધાર્થીઓ દ્વારા સરસ મજાના રૂમનો શણગાર કરવામાં આવ્યો હતો. *ધોરણ 10 અ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને હાર્મોનિયમ અને ધોરણ 10 બ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને તબલાંની ભેટ આપવામાં આવી હતી.* *તેમજ ધોરણના 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પણ શાળાને ભેટ આપવામાં આવી હતી.* તે બદલ શાળાના આચાર્ય જયેશભાઈ સાહેબે બધા જ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષક મિત્રોને પણ ગિફ્ટ આપવામાં આવી હતી. શાળાના પ્રમુખશ્રી દેવાભાઈ સાહેબ,નિયામક રમેશભાઈ સાહેબ, આચાર્ય જયેશભાઈ સાહેબ, ભરતભાઈ સાહેબ તેમજ શાળાના શિક્ષક મિત્રોને ભાવભરી વિદાય આપવામાં આવી હતી અને બોર્ડની પરીક્ષામાં સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત કરે તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ દિનેશભાઈ સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અંતે શાળા તરફથી દરેક વિદ્યાર્થીને ડોક્યુમેન્ટ ફાઈલ ભેટમાં આપવામાં આવી હતી. અને ત્યારબાદ સૌ નાસ્તો કરીને છૂટા પડ્યા.