પહેલી મે, 1960 ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી બે નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. જેમાં એક આપણું ગુજરાત. આ દિવસ આપણા સૌના માટે સોનેરી દિવસ હતો. આ દિવસને કાયમી યાદ રાખીને આપણે સૌ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ છીએ. આ વર્ષે નડાબેટ ટુરિઝમ અને ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક ભારત - પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સૈનિકો સાથે કરવામાં આવી જેમાં આપણી શાળાને પણ આમંત્રણ મળ્યું. વહેલી સવારમાં નડાબેટ ટુરિઝમ દ્વારા તેમની બસો શાળાએ બાળકોને લેવા આવી પહોંચી હતી. ત્યાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા, જાદુનો ખેલ જોયો તેમજ સરસ મજાનું ભોજન કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ ખુબ જ મજા કરી. ત્યારબાદ ઝીરો પોઇન્ટ બોર્ડરની મુલાકાત લીધી. જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર છે. ત્યાં કચ્છના સફેદ રણની સફર પણ કરી સાથે જંગલી ઘુડખર પણ નિહાળ્યા. તેના સિવાય મ્યુઝિયમ નિહાળ્યા અને સાંજે BSF સૈનિકો દ્વારા યોજાતી પરેડ પણ નિહાળી એમને ખૂબ જ મજા આવી. સાંજે પરત બસ શાળા સુધી મુકવા આવી.
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી - નડાબેટ
બુધવાર, મે 01, 2024