-->

ગુરૂપૂ્ણિમાની ઉજવણી 2024

RAMESH CHAUDHARI

ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ ગુરુનું સ્થાન દરેક વ્યક્તિના જીવનમાં અનોખું છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા પણ મહાન બતાવવામાં આવ્યા છે. આવતી કાલે સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જીવનમાં સૌથી મહાન ગુરુ એ છે કે જીવનનો માર્ગ બતાવે છે. આજના સમયમાં શિક્ષક રૂપી ગુરુ એ વિદ્યાર્થીને યોગ્ય સંસ્કાર અને શિક્ષણ આપીને ભારતના શ્રેષ્ઠ નાગરિક બનાવે છે. આજે આપણી શાળામાં ભારતીય સંસ્કૃતિને સમજે અને જાણે તે હેતુથી ઉજવણી કરવામાં આવી. આ વર્ષે જ્ઞાનસાધના પરીક્ષાના મેરીટમાં સમાવેશ પામેલ વિદ્યાર્થીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા દરેક ગુરૂજનને તિલક કરી ચોખા ચોંટાડી અને મોં મીઠું કરીને આશીર્વાદ મેળવ્યા. રમેશભાઈ સાહેબ દ્વારા બાળકોને ગુરુ પૂર્ણિમા વિશે માહિતી આપવામાં આવી. શાળાના બાળકો દ્વારા જુદા જુદા ભજનો રજૂ કરવામાં આવ્યા.