આજ રોજ સમગ્ર ભારતભરમાં આપણા રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજના દિવસે 78 વર્ષ પહેલા આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા હતા. જેને આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. આજના પર્વે આપણી શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ધ્વજ વંદન અને બાળકો દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. આજના પર્વના મુખ્ય મહેમાન આર્મીમેન નગીનભાઈ પટેલ બન્યા. તેમના હસ્તે આજના દિવસે ધ્વજ વંદન કરવામાં આવ્યું. તેમની સાથે શાળાના પ્રમુખશ્રી દેવાભાઈ પટેલ, શાળાની વિદ્યાર્થીની હર્ષિતાબેન તેમજ વાલી મિત્રો જોડાયા. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. વિધાર્થીઓએ જુદા જુદા દેશભક્તિ ડાન્સ, ગરબો, નાટક, એકપાત્રીય અભિનય, મૂક અભિનય તેમજ પિરામીડ જેવા કાર્યક્રમોની સરસ રજૂઆત કરી હતી.શાળાના આચાર્યશ્રી જયેશભાઈ સાહેબ દ્વારા મહેમાનોને આવકારમાં આવ્યા હતા. શાળાના પ્રમુખ દેવાભાઈ સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. બધા જ સ્ટાફ મિત્રોના સહયોગથી સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું હતું. અંતે શાળાના શિક્ષક દિનેશભાઈ સાહેબ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો. આજના પ્રસંગે શાળાના વાલીશ્રી શંકરભાઈ સિલાણા તરફથી તમામને કેળા વિતરણ કરવામાં આવ્યા. વાલીશ્રી ગમનાભાઈ પટેલ તરફથી શાળાના તમામ બાળકોને ચોપડો અને બોલપેન ભેટમાં આપવામાં આવ્યા હતા. વાલીશ્રી બાણુસિંહ તરફથી કાર્યક્રમ વિશેષ બાળકને ચોપડા વિતરણ કરવામાં આવ્યા. ત્યારબાદ સહુ ચોકલેટથી મોં મીઠું કરીને છુટા પડ્યા. આજના આ કાર્યક્રમમાં હાજર રહેનાર સર્વે વાલી મિત્રો અને સ્નેહીજનો શાળા પરિવાર દિલથી આભાર માને છે.