આજે આપણી દેવ વિદ્યામંદિર થરાદ ખાતે શાળામાં હિન્દુઓનો પવિત્ર તહેવાર અને ભાઈ બહેન નો એક પ્રેમ ભર્યો તહેવાર રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી તેમજ શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા ભાઈ બેન ને લગતા ગીતો અને વકતવ્ય રજૂ કરવામાં આવ્યા તેમજ શાળાના ઉત્સાહિત શિક્ષક સુરેશભાઈ બારોટ સાહેબ શ્રી દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે માહિતી આપવામાં આવી. દરેક ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા વિદ્યાર્થીઓને ગોળ વડે મોં મીઠું કરાવીને રાખડી બાંધવામાં આવી.આજ ના ટેકનિકલ યુગ માં દિવસે ને દિવસે તહેવારો નું મહત્વ ઓછું થતું જાય છે જેથી બાળકો તહેવારો થી અવગત થાય તે તહેવારનું શું મહત્વ છે તે જાણે તે ઉદ્દેશ થી બાળકો કાર્યક્રમ થકી ખૂબ ખુશ જોવા મળ્યા..દરેક સ્ટાફ મિત્રો ના સહયોગ થી કાર્યક્રમ પૂર્ણ થયો..