શ્રાવણ માસ એટલે ભક્તિભાવ થી વિભુર બનવાનો માસ..આખો મહિનો સતત શિવનાદ ના ગુંજન થી ચારેતરફ નું વાતાવરણ ભક્તિમય બની જાય છે. એમાંય આપનો સૌ નો પ્રિય તહેવાર એટલે જન્માષ્ટમી..જેની કેટલાય દિવસ થી આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ..
આજ રોજ આપણી શાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ખૂબ જ ઉત્સાહ થી જન્માષ્ટમી ની ઉજવણી કરી જાણે કૃષ્ણ જન્મ નું આખું પાત્ર જીવંત જોવા મળ્યું..શાળા માં આજે બાળકો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ માં આવ્યા હતા..પ્રાર્થના અને ટેસ્ટ આયોજન બાદ બાળકો નો ઉત્સાહ બમણો બની ગયો હતો..જેમાં આજે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા વાસુદેવ દ્વારા કાનુડા ને નદી માંથી પસાર થઈ ગોકુલ મુકવા ગયા તે આજે બધા એ જાણે નરી આંખે જોયું અને અનુભવ્યું...સાથે મટકી ફોડ કાર્યક્રમ બાળકો ને વધારે આનંદ આપ્યો...અને કૃષ્ણ ને યાદ કરી ગરબા રમી બાળકો એ આજ ના કાર્યક્રમ માં અનેરો આનંદ મેળવ્યો...સાથે વાલીઓ પણ સહભાગી બન્યા..દરેક બાળકો ને પ્રસાદ રૂપે કેળા આપી બાળકો એ આજે ખૂબ મજા લૂંટી...બાળકો દરેક તહેવાર નું મહત્વ જાણે અને તેનો ઈતિહાસ થી માહિતગાર થાય તે ઉદ્દેશ થી કાર્યક્રમ માં દરેક સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવ્યો..