-->

કલા મહોત્સવ અને વિજ્ઞાન મેળો - 2024

RAMESH CHAUDHARI

 આજ રોજ CRC કક્ષાનો વિજ્ઞાન મેળો અને કલા મહોત્સવ મલુપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયો. જેમાં ક્લસ્ટરની તમામ શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આપણી શાળામાંથી પણ જુદા જુદા ત્રણ વિભાગોમાં વિજ્ઞાનની  કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જે દિનેશભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 8 ના વિધાર્થી મિત્રોએ ભાગ લીધો હતો. કલા મહોત્સવ અંતગર્ત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળામાંથી ગાયન, લેખન અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાંથી ગાયન સ્પર્ધામાં પાયલબેન પુરોહિતે પ્રથમ નંબર મેળવ્યો હતો જયારે કિશનબાઈ ચૌહાણે ચિત્ર સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન.