-->

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી - 2024

RAMESH CHAUDHARI

 આજ રોજ રેન્જ ફોરેસ્ટ ઓફિસ થરાદ દ્વારા આપણી શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં થરાદ ફોરેસ્ટ ઓફિસ દ્વારા શાળાના બાળકો માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભાગ લેનાર તમામ વિધાર્થી મિત્રોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ ક્વિઝ સ્પર્ધામાં શ્રેષ્ઠ નંબર મેળવનાર ત્રણ વિધાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગ દ્વારા આપણા વિસ્તાર નડાબેટ ખાતે આવનાર જુદા જુદા યાયાવર પક્ષીઓ વિશે માહિતી આપવામાં આવી. આપણા નડાબેટ વિસ્તાર ખાતે લગભગ ૧૫૦ કરતા પણ વધારે પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. અને લગભગ દર વર્ષે 5 લાખ કરતા પણ વધારે પક્ષીઓ આ વિસ્તારની મુલાકાતે આવે છે. તેના સિવાય આપના આ વિસ્તારમાં જોવા મળતું અને હવે ભય હેઠળ રહેલ વરુ વિશે માહિતી આપવામાં આવી. બાળકોને પક્ષીઓ અને વરુ વિશેની માહિતી પુસ્તિકા પણ આપવામાં આવી.