આજ રોજ આપણી દેવ વિદ્યામંદિર થરાદ ખાતે નવરાત્રી 2024 ની ઉજવણી શાળા પરિવાર અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ઉપક્રમે ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી.. જેમાં સૌ પ્રથમ બધા બાળકો સાથે આરતી કરવામાં આવી અને પ્રસાદી વિતરણ કરવામાં આવી. આજે ભારત વિકાસ પરિષદ અને ABVP ના સૌજન્ય થકી આજે શાળા માં રાજેશભાઈ જોશી ,હેતલબેન પંચાલ અને દિનેશભાઈ પુરોહિત મુખ્ય યજમાન બન્યા..સાથે એમની આખી ટીમ દ્વારા કાર્યક્રમ ને ખૂબ શોભાયમાન બનાવ્યો.શાળા પરિવાર વતી તમામ મહેમાનો નું શાબ્દિક સ્વાગત સાથે ભાગવત ગીતા ભેટ સ્વરૂપે આપી નવાજવામાં આવ્યા..સાથે સાથે ABVP દ્વારા ઉપસ્થિત તમામ નું સાલ આપી સન્માન કરવામાં આવ્યું..સાથે સાથે શાળા ના ઉત્સાહિત બાળકો ને નવરાત્રી મહોત્સવ માં ઉત્સાહ માં વધારો કરવા સારું રમનાર બાળકો ને 1 થી 3 નંબર આપી ટ્રોફી એનાયત કરવામાં આવી..આજ નો કાર્યક્રમ સફળ બનાવવા માં સૌ સહભાગી બન્યા. શાળા પરિવાર તરફ થી પણ આજે સારું રમનાર બાળકો ને પણ ડ્રો દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું .કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન ઉત્સાહિત શિક્ષક સુરેશભાઈ બારોટ સાહેબ દ્વારા કરવામાં આવ્યું.