શાળાનું પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થવા આવ્યું. સમગ્ર સત્ર દરમિયાન શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું. દરેક વિધાર્થી મિત્રોને ધ્યાન આપીને કચાસ દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સત્રના અંતે બાળક કેટલું શીખ્યું અને શું ભણ્યું તે બાબતે વિશ્લેષણ કરવા માટે પરીક્ષાનુ આયોજન કરવામાં આવે છે. શાંત અને આદર્શ રીતે પરિક્ષાનુ આયોજન કરવામાં આવે છે. પરિક્ષા પૂર્ણ થયા બાદ વિધાર્થીઓએ લખેલ પેપેર તપાસીને શિક્ષક મિત્રો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમવાર પરિણામ રૂબરૂ નહિ પરંતુ શાળાની એપ્લીકેશન દ્વારા ઓનલાઈન મુકવામાં આવ્યું. દરેક વિધાર્થી મિત્રો ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ સવારમાં ૮.૦૦ વાગ્યાથી પરીણામ લાઈવ જોઈ શકવાનો હોવાથી દરેક વિધાર્થીઓ સવારથી જ રાહ જોઇને બેઠા થતા. દરેકનું પરિણામ મળતા જ આનંદિત થઇ ગયા હતા. પરિણામ બાદ સરસ મજાનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું. તા. 27/10/2024 થી 17/11/2024 સુધી દિવાળી વેકેશન રહેશે. તા. 1/11/2024ને સોમવારના રોજ સવારના 10.20 વાગ્યે શાળા શરુ થશે.
પોતાનું પરિણામ જોવા માટે શાળાની એપ ડાઉનલોડ કરો.
દરેક ધોરણનું દિવાળી ગૃહકાર્ય જોવા માટે અહિયાં ક્લિક કરો.