આજ રોજ આપણી શાળામાં શાંતિકુંજ હરિદ્વાર અને ગાયત્રી પરિવારના સયુંકત ઉપક્રમે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રી મંદિર થરાદના પૂજારી દ્વારા યોગ વિશે માહિતી આપવામાં આવી અને યોગના ફાયદા સમજાવવામાં આવ્યા. યોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકોને જુદા જુદા પ્રકારના યોગ કરાવવામાં આવ્યા તેમજ તેના દ્વારા થતા ફાયદા પણ જણાવવામાં આવ્યા.