અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જેના દ્વારા રાષ્ટ્ર હિત ના તેમજ વિદ્યાર્થીઓના હિત ના કાર્યક્રમો યીજવામાં આવતા હોય છે તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન પણ કરવામાં આવતા હોય છે ત્યારે સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે યુવા દિવસના ઉપક્રમે થરાદની દેવ વિદ્યામંદિરમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને શિક્ષકો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ૧ થી ૩ નંબર ૫ર આવેલ વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગ નિમિતે શાળાના સ્ટાફ મિત્રો અને વિધાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ આ પ્રસંગે વિધાર્થીઓને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારી વિશે વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું.