આજે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી આપણી શાળામાં ખુબ જ ધામધૂમથી કરવામાં આવી. સૌપ્રથમ શાળાના નિયામક,આમંત્રિત મહેમાનો, વાલીમિત્રો અને શાળાની દીકરી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ દીપપ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી. શાળાના આચાર્ય જયેશભાઈ સાહેબશ્રી દ્વારા મહેમાનો અને વાલી મિત્રોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તેના પછી શાળાની વિધાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું. શાળાના નાના ભૂલકાઓએ પણ સુંદર મજાના ડાન્સ કરીને દરેકના મન મોહી લીધા હતા. શાળાના વિધાર્થીઓ દ્વારા કોમેડી નાટક, મુક અભિનય, રાજસ્થાની નુર્ત્યો, શિવતાંડવ, ગરબો, દેશભક્તિ ડાન્સ, વક્તવ્ય અને ટ્રેડીશનલ ડાન્સ રજુ કરવામાં આવ્યા. દરેક કાર્યક્રમ એક એક થી ચડિયાતા હતા. અંતે હોસ્ટેલના વિધાર્થીઓ દ્વારા શારીરિક કરબતોથી ભરપુર પીરામીડ કર્યું. દરેક વ્યક્તિએ તેને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા. આજના આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી સુરેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા કમળાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી. ત્યારબાદ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું.અંતે બધા ભારતમાતાની જય ધોષ બોલાવીને છુટા પડ્યા.
૭૬મા પ્રજાસતાક દિવસની ઉજવણી - 2025
રવિવાર, જાન્યુઆરી 26, 2025
ભારત દેશ હંમેશા ઉત્સવ પ્રિય રહ્યો છે. ભારતમાં વર્ષ દરમિયાન જુદા જુદા ઉત્સવો અને તહેવારોની ઉજવણી થાય છે. એમાય ખાસ વિશેષ મહત્વ આપણા રાષ્ટ્રીય તહેવારોનું છે. ૧૫મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન અને ૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિવસ. આ દિવસ સમગ્ર ભારતભરના લોકો જાતિ અને ધર્મના ભેદભાવ ભૂલીને ઉજવે છે. બાળકથી લઈને વુદ્ધ સહુ આ તહેવારના પર્વમાં દેશભક્તિના રંગે રંગાય છે. આ દિવસની ઉજવણી શાળાઓમાં બાળકો દ્વારા વિશેષ રૂપે કરવામાં આવે છે.