આજ રોજ તારીખ ૩૧/૦૧/૨૦૨૫ ને શુક્રવારના આપણી શાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ખેલ કૂદ અને વ્યાયામ ધારા અંતર્ગત " રમતોત્સવ ૨૦૨૫ " રાખવામાં આવ્યો હતો. જેમાં આપણી શાળાના આદરણીય આચાર્ય સાહેબશ્રી અને નિયામક સાહેબશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ " ખેલેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા " અને " ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ " અંતગર્ત વિદ્યાર્થીઓ મોબાઈલ ગેમ્સમાંથી બહાર આવી વિવિધ પ્રકારની મેદાની રમતો રમે અને એમાં રસ દાખવે જેથી વિદ્યાર્થીઓનો શારીરિક અને સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી રાખવામાં આવેલ હતો. જેમાં કબડ્ડી, ખો - ખો, રસ્સાખેંચ જેવી ટીમ રમતો અને એથલેટિક્સની તમામ રમતો સહિત ગુબ્બારા ફોડ, વોટર ગોલ અને આર્મ રેસલિંગ જેવી વિવિધ પ્રકારની ૧૧ જેટલી વ્યક્તિ રમતો અને ૦૪ ટીમ રમતો સહિત કુલ મળીને ૧૪ જેટલી રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી. જેમાં શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ મળીને અંદાજિત ૧૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ - બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે જે તે રમતમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ જેમના માર્ગદર્શન હેઠળ થયો એવા શાળાના આચાર્ય સાહેબશ્રી, નિયામક સાહેબશ્રી તેમજ રમત દરમિયાન અન્ય કોઈ પણ રીતે મદદરૂપ થનાર અને પોતાને આપેલ જવાબદારી ચોકસાઈથી અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવનાર અને પંચકાર્ય કરનાર શાળાના તમામ શિક્ષકશ્રીઓ તેમજ સેવક ભાઈઓનો હુ હ્ર્દયના અંતઃ કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છુ...એકલા હાથે ક્યારેય કોઈ કાર્યક્રમ સફળ થતો નથી એમા બધાનું એકસરખું યોગદાન હોય ત્યારે જ કોઈ કાર્યક્રમ સફળ થાય છે. એવી જ રીતે આજના આ કાર્યક્રમને સફળ બનાવનાર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર....!!
રમતોત્સવ 2025 - માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ
શુક્રવાર, જાન્યુઆરી 31, 2025