-->

દ્વિતીય વાર્ષિક પરીક્ષા અને પરિણામ 2025

RAMESH CHAUDHARI
નમસ્કાર મિત્રો, બાળક સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા વિષયોનો અભ્યાસ કરે છે. અને સાથે સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરે છે.જેથી તેનો સર્વાંગી વિકાસ થાય. સમગ્ર વર્ષ દરમિયાન ભણેલ વિદ્યાર્થીઓએ કેટલું ગ્રહણ કર્યું છે અને યાદ રાખ્યું છે તે જાણવા સમયાંતરે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ પોતાની આવડતને આધારે પેપર લખે છે અને જેના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દરેક શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ ઓછું પરિણામ મેળવનાર વિધાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે તા. 20/01/2025 ના રોજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હતી. પ્રથમ દિવસથી જ બોર્ડની પૅટર્ન મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી અને વિધાર્થીનું સ્વાગત તિલક કરીને તેમજ ગોળ દ્વારા મોં મીઠું કરાવીને કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થી મિત્રોએ શાંત વાતાવરણમાં એકચિત્ત બનીને પરીક્ષા આપી. સમગ્ર પરીક્ષા દરમિયાન આવી વ્યવસ્થા જાળવી રાખવામાં આવી. આ પરીક્ષાના પેપરો વિષય શિક્ષકોએ તપાસીએ પરિણામ બનાવ્યું. અને અંતે તા. 06/02/2025 ના રોજ સવારમાં પરીણામ જાહેર કરવામાં આવ્યુ. શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને દરેક વિદ્યાર્થી શ્રેષ્ઠ પરિણામ મેળવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.