સાપ્તાહિક એકમ કસોટી મૂલ્યાંકન
શનિવાર, ફેબ્રુઆરી 15, 2025
બાળક વર્ષ દરમિયાન વર્ગખંડ અને તેની બહાર જુદા જુદા વિષયોનું શિક્ષણ મેળવે છે. બાળક જે શીખે છે તે મૌખિક અને લેખિત પરીક્ષા દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આપણી શાળામાં પરીક્ષા ઉપરાંત પણ દર અઠવાડીયે સાપ્તાહિક એકમ કસોટી લેવામાં આવે છે. જેથી બાળક પોતે જે પણ શીખ્યું છે તેને પોતાની રીતે રજૂ કરે છે. બાળકે કરેલ ભૂલો અને લખાણ પદ્ધતિ અંગે તેને માર્ગદર્શન આપવામાં આવે છે. બાળકના એકમ કસોટીના ગુણ શાળાની એપ્લિકેશન દ્વારા વાલીને મોકલવામાં આવે છે. બાળક જે વિષયમાં નબળું હોય તે વિષયનું ઉપચાત્મક શિક્ષણ પણ આપવામાં આવે છે. જેથી બાળકની નબળાઈને દૂર કરી શકાય.