આજે 8 માર્ચ એટલે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ..મહિલા શબ્દ માં જ બધું સમાઈ જાય છે.. મ એટલે મહેનતુ, હિ એટલે દરેક ની હિતેચ્છુ અને લા એટલે લાજ મર્યાદા જેના માં જોવા મળે એ મહિલા.. આપણા ઋષમુનિઓએ પણ કીધું છે કે જ્યાં સ્ત્રીઓ ની પૂજા થાય છે ત્યાં દેવતા ઓ પણ વાસ કરે છે..જેથી આપને સૌ એ દેવી તુલ્ય તમામ મહિલા ઓને માન સન્માન મળે એવું કરવું જોઈએ..
આપણી દેવ વિદ્યામંદિર થરાદ ખાતે પણ આજે મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી..જેમાં શાળાની તમામ દીકરીઓ ને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી આજ ના દિન ની શુભેચ્છાઓ પાઠવી..શાળા પરિવાર તરફ થી બધી દીકરીઓ ને બોલપેન ભેટ માં આપી ને શિક્ષણ નું મહત્વ સમજાવવામાં આવ્યું..કાર્યક્રમ માં કમળાબેન ચૌધરી દ્વારા આજ ના દિવસ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું...સાથેસાથે ભારત ભર માં થઈ ગયેલ વિશેષ મહિલા ના યોગદાન ને યાદ કરવામાં આવ્યા...