વાર્ષિકોત્સવ તથા ઈનામ વિતરણ સમારોહ 2025
રવિવાર, એપ્રિલ 27, 2025
તા.26/04/2025 ના રોજ શાળાના દસ વર્ષ પૂર્ણ થવા નિમિતે તેની સફળતાની ઉજવણીના ભાગ રૂપે વાર્ષિકોત્સવ તથા ઈનામ વિતરણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં મહેમાનો, વાલીઓ અને અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે CRC સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમનુ સંપૂર્ણ સંચાલન ભરતભાઈ પુરોહિત સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના અને મહેમાનોનું સન્માન અને સ્વાગત વિવિધ મોમેન્ટો આપીને કરવામાં આવ્યું. શાળાની દીકરીઓ સ્વાગતગીત રજૂ કરીને મહેમાનોને આવકાર્યા હતા. આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના નિયામક રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાની દસ વર્ષની સફરની માહિતી શાળાના આચાર્યશ્રી જયેશભાઈ સાહેબ દ્વારા આપવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓથી માંડીને તમામ વિધાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ફિલ્મી ડાન્સ, કલ્ચર ડાન્સ, થીમ અભિનય, કોમેડી નાટક, બોધપ્રદ નાટક, ગરબો, ટ્રેડિશનલ ડાન્સ, તલવારરાસ અને પિરામિડ રજૂ કરીને તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રમુખશ્રી દેવાભાઈ પટેલ અને પધારેલ મહેમાનોએ પોતાનું સુંદર મજાનું વક્તવ્ય આપ્યું હતું. શાળા દ્વારા સતત ત્રણ વર્ષથી વધુ સમય જેમના બાળકો અભ્યાસ કરતા હોય તેવા વાલીઓને ભગવાન ધરણીધરની પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં વર્ષ દરમિયાન યોજાયેલ જુદી જુદી સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા દરેક ધોરણના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન ખૂબ સક્રિય રહીને તમામ કાર્યક્રમોમાં ભાગ લેનાર, વિનય અને નમ્રતા, શિસ્ત અને શિક્ષણ હોય તેવા વિધાર્થીને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષનું આ સન્માન પરમાર ધવલભાઈ રસિકભાઈ એ મેળવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રમુખશ્રી, આચાર્યશ્રી તેમજ તમામ સ્ટાફ મિત્રો અને વિધાર્થી મિત્રોનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો હતો. કાર્યક્રમને અંતે નયનાબેન દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
બાકીના બધા ફોટા ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો.