-->

જન્માષ્ટમીની ઉજવણી 2025

 આજ રોજ આપણી શાળામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નાના ભૂલકાઓએ મસ્ત મજાના કૃષ્ણના પહેરવેશ પહેરીને અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળામાં મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના વિધાર્થીઓ દ્વારા પિરામિડ રચીને ઊંચે બાંધેલ મટકી ફોડવામાં આવી હતી. ભારે હર્ષ અને ઉલ્લાસભેર મટકી ફોડવામાં આવી. બાકીના દરેક વિધાર્થીઓ દ્વારા ક્રિષ્ન કનૈયા લાલ કી.... અને નંદ ઘેર આનંદ ભર્યો.... જેવા નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. ત્યારબાદ શાળાના બાળકોએ ગરબે રમીને આનંદ લીધો હતો. આમ આ ઉજવણીમાં સમગ્ર શાળા પરિવાર જોડાયો હતો.