શાળા અને હોસ્ટેલ એ વિધાર્થીના જીવન ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણી શાળા સંકુલમાં કુમાર અને કન્યા હોસ્ટેલ સુવિધા છે. આ સુવિધા ગામડાના વિધાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી શાળાની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાથે સાથે જીવન ઉપયોગી પણ ઘણા બધા વિષયો શીખે છે. આપણી હોસ્ટેલમાં શિસ્ત અને સંસ્કારને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આપણી શાળામાં ઉચ્ચ કક્ષાનું ગુણવતાયુક્ત ખાવાનું તેમજ રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે. આપણી શાળામાં વિધાર્થીઓને સતત તેમની કોઈપણ સમસ્યા હોય તો તરત જ સમાધાન લાવવામાં આવે છે દર વર્ષે હોસ્ટેલ માં રહેતા વિધાર્થીઓના વાલી મિત્રો સાથે મિટિંગ કરીને તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. તેમના પ્રશ્નો આને સૂચનોને અવશ્ય ધ્યાને લઈને યોગ્ય સુધારો કરવામાં આવે છે. આ વર્ષે હોસ્ટેલની વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા તેમને હોસ્ટેલની કામગીરીને બિરદાવી હતી અને નવા વર્ષ માટે કેટલાક સૂચનો પણ કર્યા હતા. ત્યારબાદ સહુએ સાથે ભોજન લીધું હતું.




